જેસર: દેપલા ગામ ખાતે પ્લોટ મુદ્દે શરૂ થયેલો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો
જેસર તાલુકાના દેપલા ગામ ખાતે પ્લોટ મુદ્દે શરૂ થયેલો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. મકાન સંબંધિત પ્રશ્નને લઈને બે જૂથો આમને-સામને આવી જતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લોટ અને મકાન બાબતે ચાલી રહેલા વિવાદ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા લાકડીઓ અને અન્ય સાધનો વડે હુમલાની ઘટના સર્જાઈ હતી. અથડામણમાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્