કાલોલ: કાલોલના ફતેપુરી પાસે ઈંટોના ભઠ્ઠામાં શ્રમ વિભાગનો દરોડો: બે બાળ શ્રમિકો મુક્ત, ભઠ્ઠા માલિક સામે ગુનો દાખલ
કાલોલ તાલુકાના ફતેપુરી ગામે આવેલા ઈંટોના ભઠ્ઠા પર દરોડો પાડીને બે બાળ શ્રમિકોને નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.પંચમહાલ જિલ્લા સરકારી શ્રમ અધિકારી પ્રિયંકાબેન બારીયા મદદનીશ શ્રમ અધિકારી તેમજ ટાસ્ક ફોર્સના સામાજિક કાર્યકર જનકભાઈ પરમાર, ગ્રામ વિકાસ ટ્રસ્ટ (ગોધરા)ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મીનાક્ષીબેન વણકર અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની સંયુક્ત ટીમ દ્વારા કાલોલના ફતેપુરી સ્થિત 'હિન્દ બ્રિક્સ' નામના ઈંટોના ભઠ્ઠા પર તપાસ હાથ ધરવામા