ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાવડી બુઝર્ગ રોડ સ્થિત ઉત્સવ બેંગલોઝના એક મકાનમાં 20 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. 20 વર્ષીય ધ્રુવી જગદીશચંદ્ર હઠીલા નામની યુવતીએ નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે જોકે આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીના આવા અંતિમ પગલાને લીધે પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી