અમદાવાદમાં ભારે વરસાદ બાદ સરખેજ વિસ્તારમાંથી નીકળતી કેનાલમાં એકસાથે ત્રણ મોટા ગાબડા પડ્યા છે. કેનાલનો આખો રોડ જોખમી બન્યો હોવા છતાં લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ભારે વરસાદથી રસ્તાનો ભાગ ધોવાઈ ગયો છે અને રિટેઇનિંગ વોલને નુકસાન થતાં સ્થાનિકોમાં ગંભીર અકસ્માતનો ભય ફેલાયો છે.