કાલોલ: કાલોલના ખંડોળી ગામે પાર્ટીના પૈસા ન આપતા ઈસમ પર હુમલો: જાનથી મારી નાખવાની ધમકી
કાલોલ તાલુકાના ખંડોળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા એક મજૂર વર્ગના આધેડ પાસે ગામના જ એક યુવકે પાર્ટી કરવા માટે પૈસા માંગ્યા હતા. પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે આધેડને ગાળો આપી, લાતો વડે ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.