વિજાપુર સરદારપુર ખાતે શ્રી સર્વોદય કેળવણી મંડળસંચાલિત શાહ કે.પી.એસ. સી.એસ. પ્રાથમિક વિભાગ, સરદારપુરખાતે બે દિવસીય વાર્ષિક રમોત્સવ ઉત્સાહ ભર્યા માહોલમાં ઉજવાયો હતો. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે માનસિક વિકાસ માટે રમતોનું મહત્વ સમજાવતા આ રમોત્સવે શાળા પરિસરમાં ઉત્સવસમાન વાતાવરણ સર્જ્યું હતું.રમોત્સવ લીંબુ-ચમચી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ,ગીલી ડંડા, રસા ખેંચ સહિત કુલ 24 જેટલી વિવિધ રમતો યોજાઈ હતી. આજરોજ શુક્રવારે બપોરે ત્રણ કલાકે સંપન્ન થયો હતો.