ખંભાત સહીત તાલુકાભરમા હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા હતા.સ્થાનિક પરંપરા મુજબ, શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર, પૂજા અને આરતી સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. વડીલો અને પૂજારીઓના માર્ગદર્શન હેઠળ અગ્નિ પ્રગટાવી ધાર્મિક વિધિઓ સંપન્ન કરાઈ હતી. હોળી દહન સમયે શ્રદ્ધાળુઓએ પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરી હતી અને શ્રીફળ, હારડા, ધાણી તથા ખજૂરનો પ્રસાદ અર્પણ કર્યો હતો. લોકોએ શ્રદ્ધાપૂર્વક પરિવાર અને સમાજની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.