ગોધરા: સિગ્નલ ફળિયા વિસ્તારમાં ઇશા મસ્જિદપાસે જૂની અદાવત રાખીને એક યુવક પર તલવાર અને પંચ વડે હુમલો
ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવક પર તલવાર અને પંચ વડે જીવલેણ હુમલો થયો છે. ભોગ બનનાર ફરીદ ફારૂકે બે દિવસ પહેલાં આરોપીઓને મહોલ્લામાં ચોરીનો માલ ન લાવવા ટોક્યા હતા. આ બાબતની અદાવત રાખી ગત ૫ જુલાઈએ અખ્તર ભોલ, ઇરફાન શેખ અને ફૈસલ સુજેલા નામના શખ્સોએ ફરીદના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. હુમલા દરમિયાન અખ્તરે પંચ મારીને ફરીદનો દાંત તોડી નાખ્યો, ઇરફાને કપાળે તલવારનો ઘા ઝીંક્યો અને ફૈસલે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ