થરાદ: ધાનેરા ત્રણ રસ્તા પર વરસાદી પાણી નું તળાવ ભરાયું વાહનચાલકોને મુશ્કેલી. #Jansamasya
થરાદ પંથકમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નગરમાં ઠેરઠેર પાણી ભરાયાં છે ત્યારે થરાદ ધાનેરા ત્રણ રસ્તા પાસે નવીન બનેલ હાઇવે અને સર્વિસ રોડ પર પાણી ભરાયાં ગયાં છે. પાણી નિકાલ ની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ત્રણ રસ્તા પર તળાવ જેવો માહોલ સર્જાયો છે. વાહનચાલકો સહિત વેપારીઓ પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા પાણી નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.