તારાપુર: કંસારી GIDC ની કંપનીઓ દ્વારા ગામતળાવમાં છોડાતા ઝેરી કેમિકલને કારણે અસંખ્ય માછલીઓના મોત
Tarapur, Anand | Jul 5, 2026 કંસારીના ગામતળાવમાં GIDC વિસ્તારની કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીને કારણે અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. તળાવમાં તેમજ કિનારા પર મૃત માછલીઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે.આ ગંભીર બેદરકારીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગામતળાવને ઈજારા પર આપવામાં આવ્યું હતું, જ્યાંથી મળતી રૂ.1.86 લાખની આવકનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે કરવામાં આવતો હતો. ઝેરી પાણીથી માછલીઓના મોતને પગલે લાખોનું નુકશાન થયું છે.