મેઘરજ: મેઘરજમાં સરકારી અનાજની દુકાનમાં કૌભાંડ, ઘઉંના બારદાનમાં મળ્યું ખાતર
અરવલ્લીના મેઘરજમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટી ગેરરીતિ પકડાઈ છે. દુકાનદાર દ્વારા હજારો કિલો અનાજ ગાયબ કરી, ઘઉંના બારદાનમાં ખાતર અને કઠોળ ભરીને જથ્થો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.