સિહોર: સિહોર જીઆઇડીસીમાં આવેલ એમજી રોલિંગ મિલમાં ભંગારના સ્ક્રેપમાં આગ શિહોર નગરપાલિકાની ફાયર ની ટીમ ઘટના સ્થળે
સિહોર ના ઘાંઘળી રોડ પર આવેલ જી આઈ ડી સી મા એમ.જી. રોલિંગમીલ માં ભંગાર ના સ્ક્રેપ માલ માં અચાનક આંગ ભભૂકી ઉઠી હતી જેની જાણ સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને થતા સિહોર અને વલભીપુર ફાયર ફાઈટરો દોડી ગયા હતા અને અંદાજીત ત્રણ કલાક ની ભારે જહેમત બાદ આંગ પર કાબુ મેળવેલ આ બનાવમાં અંદાજીત 60.000 જેટલું નુકશાન થયેલ છે કોઈપણ જાતની જાનહાનિ થયેલ નથી