ખંભાત: ખંભાતના એક ગામની કિશોરીને પ્રેમીએ લાફો મારીને અપમાનિત કરતા ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો.
ખંભાત તાલુકાના એક ગામે રહેતી એક કિશોરીને તેના પ્રેમીએ લાફો મારીને અપમાનિત કરતા મનમાં લાગી આવવાથી પોતાના ઘરે સાડી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભાત રૂરલ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.બહેનપણીઓ સાથે શિકોતર માતાના મંદિરે દર્શન કરવા ગયેલી કિશોરીને પ્રેમી મહેન્દ્ર ઉર્ફે ગગુ મકવાણાએ શિવલીંગ મંદિર નજીક જાહેરમાં લાફો મારીને ફજેતી કરી હતી