ખંભાત: ગોલાણા ગામેથી વિદેશી દારૂ વેંચતી મહિલા ઝડપાઈ,LCB એ રૂ.3300નો મુદામાલ જપ્ત કર્યો.
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગોલાણા વાલ્મિકવાસમાં રહેતા ધર્મિષ્ઠાબેન રમેશભાઈ વાલ્મિક પોતાના ઘરે વિદેશી દારૂનો વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો અને ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમી ઝડપાઈ જવા પામ્યા હતા.પોલીસે ઘરની તપાસ કરતા કપડાની થેલીમાં વિદેશી દારૂના 8 કવોટરીયા તેમજ બિયરના 3 ટીન મળી આવ્યા હતા.જેની કિંમત 3,300 જેટલી થવા જાય છે.પોલીસે મુદ્દામાલ કબજે કરી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.