કાલોલ: બોરૂ રોડ પર ઇનોક્ષ કંપની પાસે આવેલ મકાનમાં પોલીસે દરોડો પાડી અઢી લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો, જયારે બુટલેગર ફરાર
કાલોલના બોરૂ રોડ પર આવેલી ઇનોક્ષ કંપની પાસેના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે અઢી લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.જે સમગ્ર મામલે પોલીસે ફરાર બુટલેગર અજય મહેન્દ્રભાઈ પરમાર (મુળ રહે.હાલોલ )વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારાઅધિનિયમ–૨૦૨૬ની વિવિધ કલમોહેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.