તારાપુર: ઇસનપુર પાટીયા પાસે હાઇવે પર રોંગ સાઇડે આવતા વાહનોને રોકી મેમો આપતા RTO ઓફિસર સામે ઉગ્ર રજુઆત, વિડીયો વાયરલ
Tarapur, Anand | Mar 25, 2026 આણંદ આરટીઓના ઓફીસર તારાપુરના ઈસનપુર પાટિયા પાસે હાઈવે પર રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકીને મેમો આપતા હતા અને સામે છે ખાનપુર ગામનાં અગ્રણી પ્રમોદભાઈ પટેલ જે ગ્રામજનોને મેમો ન આપવા બાબતે કહી રહ્યા છે.હાઈવે પર પાછલાં એક વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલા કટ ને ખોલવા કહી રહ્યા છે કારણકે હાઈવે ના નિર્માણ સમયે અહીં ખેડુતોને ખેતીકામ માટે અવર જવર માટે કટ મૂકવામાં આવેલો પરંતું એક અકસ્માત બાદ તે કટ બંધ કરી દેતા અને મજબૂરીમાં રોગ સાઈડે જવા મજબુર છે.