દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં ખેતીવાડી શાખા, પશુપાલન શાખા તેમજ આત્મા પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન ખેતીવાડી શાખા, પશુપાલન શાખા તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
યોજનાઓની પ્રગતિ, અમલીકરણની સ્થિતિ અને લાભાર્થીઓ સુધી યોજનાઓની પહોંચ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને વધુમાં વધુ ખેડૂતો અને પશુપાલકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે અસરકારક આયોજન અને સમયસર કામગીરી કરવાની સૂચના આપી હતી.
સાથે જ યોજનાઓનો લાભ યોગ્ય અને લાયક લાભાર્થીઓ સુધી પહોંચે તેમજ કામગીરીમાં ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
Dohad, Dahod | Aug 1, 2026