કાલોલ: કાલોલ નગરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો ભોગ બનતી જનતા: શેઠ ફળિયા પાસે ઈંટો ભરેલું ટ્રેક્ટર ખાડામાં ફસાયું
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી સ્થાનિક રહિશો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. નગરપાલિકા દ્વારા ગટર લાઈનના કામોમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે આજે નગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શેઠ ફળિયા પાસે ઈંટો ભરેલું એક ટ્રેક્ટર ગટરના ખાડામાં ખૂંપી ગયું હતું.ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય બીજું ટ્રેક્ટર ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી અને ફસાયેલા ટ્રેક્ટરમાંથી તમામ ઈંટો બીજા ટ્રેક્ટ