ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના વિરોદર ગામમાં એક વાડી વિસ્તારમાંથી વન વિભાગે ૫ થી ૯ વર્ષની વયના નર દીપડાને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો છે. સ્થાનિક લોકોની સુરક્ષા અને વન્યજીવની સલામતીને ધ્યાનમાં રાખીને વહેલી સવારે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા દીપડાને વધુ નિરીક્ષણ અને સ્વાસ્થ્ય તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગે લોકોને વન્યજીવો દેખાતા જ તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી છે.
#brekingnews #virodar #lepord #sutrapada