સાઠંબા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ યુવા શિક્ષિત ધ્રુવકુમાર પંચાલ સરપંચપદે ચૂંટાઈ આવ્યા હતા. ગ્રામ પંચાયતમાં કુલ ૧૨નું સભ્ય સંખ્યા બળ છે. તાજેતરમાં સાઠંબા તાલુકા પંચાયતમાં ચૂંટાઇ આવતાં એક સભ્યએ ગ્રામ પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. જેથી કુલ સભ્ય સંખ્યાબળ ૧૧નું થયું છે. દરમિયાનમાં છેલ્લા એક વર્ષથી ગામમાં વિકાસના કામોને લઈને સરપંચ તેમજ સભ્યોમાં ગજગ્રાહ વધવા લાગ્યો હતો.
.
નવરચિત સાઠંબા તાલુકાના મુખ્ય મથકની ગ્રામ પંચાયતમાં ચૂંટણી થઈ ત્યાર પછીથી રાજકીય સ્થિતિ ડામાડોળ બની હતી. થોડા સમય અગાઉ પણ ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચની કથિત કાર્યપદ્ધતિ સામે બાંયો ચઢાવી હતી. વિવિધ કારણોસર સભ્યોમાં અસંતોષ ફેલાયો હતો. પરંતુ હવે ઉપસરપંચ અને સભ્યોએ નવેસરથી સરપંચ સામે મોરચો માંડયો છે.
.
૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી એક વર્ષ બાદ પણ એકપણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી તેવા આક્ષેપો સાથે નવ સભ્યોએ સરપંચ ધ્રુવ ચૌહાણ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે અરજી કરી હતી. ગ્રામ પંચાયતના સભ્યોએ ટીડીઓ અને તલાટીને લેખિતમાં નિયમાનુસાર ફોર્મ-અ રજૂ કરી બેઠક બોલાવવા માગણી કરી હતી.
.
જો કે અવિશ્વાસ દરખાસ્તની નોટિસ અને બેઠકની તારીખ અંગેની સત્તાવાર નોટિસ સ્વીકારવાનો સરપંચે ઈનકાર કરતાં તલાટીએ સ્થળ પર પંચોની હાજરીમાં પંચનામું કરી વોટ્સેપ પર નોટીસની બજવણી કરી ટીડીઓને અહેવાલ મોકલી આપ્યો હતો. ગ્રામ પંચાયતના ૯ સભ્યોની સહી સાથે ગત તા.૩ સપ્ટેબરના રોજ તલાટી અને ટીડીઓને અવિશ્વાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી.
.
જે અંગે તલાટીએ ગત તા.૩ના રોજ ગ્રામ પંચાયત કચેરીએ સાંજે ૫:૩૦ કલાકે સરપંચને નોટિસ બજવણી માટે રજૂ કરી હતી. આ ઘટનાક્રમને પગલે સાઠંબા ગામમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો હતો. ત્યારે હવે અંતે ૧૫ દિવસની સમયમર્યાદા સમાપ્ત થવા આવતાં સરપંચે પોતાની વિરૂદ્ધ ૯ સભ્યોએ રજૂ કરેલી અવિશ્વાસ દરખાસ્ત અંગે તા.૨૩મી સપ્ટેબરે બપોરે ૨:૦૦ વાગ્યે ગામ પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવી છે.
.
આ અંગેના એજન્ડા કાઢી તમામ સભ્યોને મોકલવામાં આવ્યા છે. સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે બોલાવાયેલી સામાન્ય સભામાં આ અંગે ચર્ચા થશે...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli