149મી રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિરમાં તૈયારીઓ આખરી ઓપમાં છે. વરસાદી માહોલ વચ્ચે ભક્તો માટે વિશાળ શમિયાણો તૈયાર કરાયો છે અને મંદિર પરિસરમાં 18 ગજરાજોનું આગમન થઈ ચૂક્યું છે. સુરક્ષા માટે કિલોમીટરો સુધી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. 14 જુલાઈએ મહાપ્રભુ નગરચર્યા બાદ નિજ મંદિરે પરત ફરશે.