મેઘરજ: પંચાલ રોડ પર ગટર ચોકઅપથી ગંદકીનું સામ્રાજ્ય, લોકો પરેશાન
મેઘરજના પંચાલ રોડથી ફોરેસ્ટ કચેરી તરફ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.