ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોતી તળાવ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા ટ્રક અને કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Jul 19, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન લોકલ ક્રાઈમની ટીમને મળેલી બાતમીના આધારે કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવી એક ટ્રક અને કારને ઝડપી લીધા હતા. જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિતનો મુદ્દ માલ કબજે કરી બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.