દેવ દિવાળીના પાવન પર્વે નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર લાખો દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા, મંદિરના મહંત દ્વારા તુલસી પાસે દીપ પ્રાગટ્ય કરી દીપોત્સવ પર્વને ઉપરાંત પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બાદ ગણતરીના સમયમાં 1,11,111 દીવડાઓની રોશનીથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. દરમિયાન મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.