વધુ વાંચો ➠ ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે જળસંકટ ઘેરું બન્યું છે. જિલ્લાની ‘જીવાદોરી’ સમાન હિરણ-02 (ઉમરેઠી) ડેમમાં ગત વર્ષના 74.88% સામે હાલ માત્ર 23.51% જળજથ્થો બચ્યો છે, જેના કારણે બે ઔદ્યોગિક એકમોના પાણી પુરવઠામાં 25% કાપ મૂકવામાં આવ્યો છે. જિલ્લાના પાંચમાંથી ચાર મુખ્ય જળાશયો (હિરણ-01, હિરણ-02, શિંગોડા અને મચ્છુન્દ્રી)માં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટતાં આગામી દિવસોમાં પાણીકાપ વધવાની અને આવનારું વર્ષ ભારે કપરું રહેવાની શક્યતા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જયેશ કારાવદરાએ દર્શાવી છે.
#our_sutrapada #girsomnath #liveupdate #talala