વધુ વાંચો ➠ રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી, કથળતી કાયદો-વ્યવસ્થા અને ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા ૬ લોકોનાં મોત મામલે સરકારની નિષ્ફળતાના વિરોધમાં સુત્રાપાડા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં સુત્રાપાડા શહેર/તાલુકા કોંગ્રેસના તમામ ફ્રન્ટલ સેલના પ્રમુખો, કારોબારી સભ્યો, પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. દેખાવો દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
#our_sutrapada #girsomnath #liveupdate #sutrapada