ગોધરા: મોરવા હડફના સાલીયા ગામે ટેકરી ઉપરથી ગોધરાના યુવકની રહસ્યમય સંજોગોમાં લાશ મળી: પોલીસ તપાસ શરૂ
પંચમહાલના મોરવા(હડફ) તાલુકાના સાલીયા ગામે એક ટેકરી પરથી ગોધરાના ૩૨ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.ગોધરાની જકડીયા ઉર્દૂ સ્કૂલ પાસે રહેતો ખાલિદ મુસ્તાક ઢૂંઢીયા પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ત્યારબાદ સાલીયા ગામની ટેકરી પર અગમ્ય કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના સંબંધી ફેસલ ઢૂંઢીયાએ મોરવા(હડફ) પોલીસ સ્ટેશનમાં જાણ કરતા, પોલીસે AD નોંધીને રહસ્યમય મોતના કારણો શોધવા આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.