ભુજ: હાજીપીરના મેળામાં આવેલા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
Bhuj, Kutch | Apr 13, 2026 હાજીપીરના મેળામાં આવેલા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હાજીપીર પાસે લુડબાય ગામની સીમમાં આશરે ૨૫ વર્ષના એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસ અને તબીબી તારણ મુજબ, યુવાનનું મોત અતિશય ગરમી (લૂ) લાગવાને કારણે થયું હોવાનું મનાય છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવાન મેળામાં આવ્યો હતો. હાલ તેની ઓળખ મેળવવા તપાસ ચાલુ છે.