ગોધરા: પંચમહાલ કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા વિવિધ વિભાગોની કામગીરીની ચર્ચા થઈ. અનધિકૃત પાર્કિંગ સામે RTO દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ લાંબા સમયથી પડતર કેસોના ઝડપી નિકાલ અને ગુનાખોરી નિયંત્રણ માટે તડીપાર કેસોની સમીક્ષા પણ કરવામાં આવી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.