મણિનગર: નિકોલ વોર્ડમાં દબાણ હટાવી દંડ ફટકારવામાં આવ્યો
નિકોલ વોર્ડમાં AMCના એસ્ટેટ વિભાગે ગેરકાયદેસર દબાણો સામે સપાટો બોલાવ્યો છે. તંત્ર દ્વારા નિકોલના સ્વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં મોટું બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા છે. આ કડક કાર્યવાહી અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા અલગ-અલગ ઔદ્યોગિક એકમો પાસેથી ₹૮૦ હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.