ગુજરાત શહેરી આજીવીકા મિશન અંતર્ગત 15 માર્ચ સુધીમાં 152 નગરપાલિકાઑ દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવાનું હોય જે અંતર્ગત આજરોજ શિહોર નગરપાલિકા દ્વારા શિહોરના ટાઉનહોલમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વોકલ લોકલ ને પ્રોત્સાહન આપવાના અંતર્ગત શિહોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત વોકલ લોકલ સ્વદેશી અપનાવવા આહવાન કરવામાં આવ્યું છે જે મેળાનું આયોજન આજે શિહોર ખાતે કરવામાં આવ્યું છે