થરાદ: ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા વિવિધ શેરી ગરબાઓની મુલાકાત લીધી
શેરી ગરબા પરંપરાને જાળવી રાખવા અને યુવાનોમાં ઉત્સાહ વધારવા ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા છઠ્ઠા નોરતે વિવિધ ગરબા મંડળોની મુલાકાત લેવામાં આવી હતી.આ પ્રસંગે પરિષદના કાર્યકર્તાઓએ પ્રથમ વિનાયક સોસાયટીમાં આરતી કરી ત્યારબાદ સર્વોદય સોસાયટી, ચાચર ચોક ગરબા મંડળ, પોલીસ સ્ટેશન, મહાલક્ષ્મી માતાજી મંદિર આગળ થાણા શેરી તથા મહેશ્વરી સોસાયટી ખાતે જઈ આયોજક મંડળને શુભેચ્છા આપી અને પ્રોત્સાહિત કર્યા હતા.