થરાદ: બનાસકાંઠા SP પ્રશાંત સુંબે થરાદ પહોંચ્યા,પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું, લોકસંવાદ યોજ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આજે થરાદ પોલીસ સ્ટેશનની વાર્ષિક નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી. આ નિમિત્તે તેમણે સ્થાનિક આગેવાનો, મીડિયાકર્મીઓ અને નાગરિકો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. લોકસંવાદ દરમિયાન, પોલીસની કામગીરી અંગેના પ્રતિભાવો તેમજ વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ થયા હતા. એસપી સુંબેએ જણાવ્યું હતું કે, રજૂ થયેલા તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.