વઘઇ: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતાનો સમૂહયજ્ઞ, અધિકારીઓએ કર્યું શ્રમદાન
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી અને આસપાસની સરકારી કચેરીઓના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર, અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને શ્રમદાન કર્યું હતું. જાહેર સ્થળોએ સ્વચ્છતા વધારવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.