ડેડીયાપાડા: નર્મદા: ડેડીયાપાડામાં ડૉ. પ્રવીણ તોગડિયાની મુલાકાત, સામૂહિક હનુમાન ચાલીસાનો અનુરોધ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં અવિનાશ જાદવના ઘરે મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરી હિન્દુત્વ, સંસ્કૃતિના જતન અને દર મંગળવાર-શનિવારે સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરવા અપીલ કરી છે.