થરાદ: વાવ થરાદ માં દેશી ગરબાઓની રમઝટ
વાવ અને થરાદ તાલુકાના સરહદી ગામડાઓમાં આજે પણ દેશી ગરબા પર ખેલૈયાઓ ગરબે ઝૂમે છે. અહીંના પ્રાચીન અને દેશી ગરબા કોઈપણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવે છે સરહદી વિસ્તાર માં અનેક એવા ગામડાઓ છે જ્યાં આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જળવાઈ રહી છે. સરહદી વિસ્તારોને અડીને આવેલા ગામડાઓમાં આજે પણ લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે. અહીં આજના સમયમાં પણ ઓરકેસ્ટ્રા કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થતો નથી.