નાંદોદ: ચિત્રાવાડીમાં વિવાદિત જમીન પર ઘાસ સળગાવવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ
Nandod, Narmada | Oct 22, 2026 રાજપીપળાના ચિત્રાવાડી ગામની સીમમાં વિવાદિત જમીન પર ઘાસ સળગાવવાનો ફોટો પાડનાર ખેડૂતને પિતા-પુત્રએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. રાજપીપળા પોલીસે હીરાભાઈ માછી અને સુરેશભાઈ માછી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.