દાહોદ સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે "મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ" વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
કાર્યક્રમમાં ખેડૂતોને મકાઈના પાકની વૈજ્ઞાનિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી, જમીનની તૈયારી, વાવણીની યોગ્ય પદ્ધતિ, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત અને રોગ નિયંત્રણ તેમજ વધુ ઉત્પાદન મેળવવા માટેની આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પાકની ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો.
તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે ખેતી સંબંધિત વિવિધ યોજનાઓ અને નવી ટેક્નોલોજી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમનો લાભ લીધો હતો.
Dohad, Dahod | Aug 1, 2026