કાલોલ: કાલોલ પોલીસની મોટી સફળતા અપહરણ અને પોક્સો ગુનાનો છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી ભોગ બનનાર સાથે ઝડપાયો.
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તેમજ તેની સાથે રહેલ ભોગ બનનાર યુવતીને પણ શોધી કાઢવામાં આવી છે.કાલોલ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪ મા નોંધાયેલ ગુના મુજબ, આરોપી વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના અન્વયે આરોપી છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો.