વિજાપુર: વિજાપુર ગુંદરાસણ ગામે ફટાકડા ફોડવા ની બાબતે ઝગડો યુવકને કપાળ ભાગે પથરો મારતા ઇજા બે સામે ફરીયાદ
વિજાપુર ગુંદરાસણ ગામે આર.સી.સી વાળા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે ઝગડો કરી યુવકને માર મારી કપાળ ના ભાગે ઇજા કરતા જ્યાં સારવાર માટે વડનગર લઈ જવાયો હતો. સારવાર બાદ યુવક પટેલ કિર્તી કુમાર ગાંડા ભાઈ પટેલે પોલીસ મથકે બે જણા કૃષ્ણ કુમાર રબારી અને અમીત કુમાર રબારી સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શુક્રવારે ચાર કલાકે બે સામે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.