બોટાદ: બોટાદના તુરખા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૨ની ધરપકડ
Botad, Botad | Sep 30, 2026 બોટાદ એલસીબીએ તુરખા ગામમાં રેડ કરી દેશી દારૂ બનાવતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ૧૬૫૦ લીટર આથો અને ૩૫૦ લીટર દારૂ સહિત ૧.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.