તારાપુર: સોજિત્રા પંથકમાં હળવો વરસાદ થયા બાદ 48 કલાકમાં ચાર મગરોનું રેસ્ક્યુ કરાયો
Tarapur, Anand | Jul 7, 2026 સોજિત્રા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં ચાર મગરો દેખા દેતા સ્થાનિકોમાં થોડો સમય કુતૂહલ સાથે ચિંતા પણ પ્રસરી હતી. જોકે દયા ફાઉન્ડેશનની રેસ્ક્યૂ ટીમ અને સોજિત્રા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ ચારેય મગરોને સુરક્ષિત રીતે પકડી મલાતજ ગામના મહાદેવવાળા તળાવમાં છોડ્યા હતા.કાસોર ગામેથી એક, ગાડા-ખાનપુર વિસ્તારમાંથી એક તેમજ મલાતજ ગામમાં શાળાના મુખ્ય પ્રવેશદ્વાર નજીક એક અને અન્ય એક મગર ખેતરમાં દેખાયો હતો.