મોડલ સ્કૂલ, દેવગઢ બારિયા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
*પંચસૂત્ર (5S) એટલે કે સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન*
૦૦૦
નિયામકશ્રી આયુષ, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ મોડલ સ્કૂલ, દેવગઢ બારિયા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ. સુધીર જોશી દ્વારા કિશોરીઓને પંચસૂત્ર (5S) એટલે કે સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન કરવા, નકારાત્મક વિચારો પર નિયંત્રણ મેળવવા તથા સકારાત્મક જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ ઉપરાંત સંતુલિત આહાર, સર્વગ્રાહી પોષણ, મિલેટ્સ, વિવિધ શાકભાજી તથા ધાન-ધાન્યના નિયમિત ઉપયોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા, સારી આદ
Dohad, Dahod | Jul 16, 2026