જંતર-મંતર ખાતે CJPના પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેનારી રૂચિકા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર દેશની માફી માંગી છે.....
દિલ્હીમાં જંતર-મંતર ખાતે #CJPના પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેનારી રૂચિકા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર દેશની માફી માંગી છે.....
દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગંદી અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરનારી યુવતીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચોમેરથી ભારે વિરોધ અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં અને વિરોધ વધતાં આ યુવતીએ નવો વિડિયો જારી કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. આવેશમાં આવીને મોટી ક્ષતિ થઈ હોવાનું સ્વીકારી તેણે દેશના વડાપ્રધાન તેમજ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં ક્ષમાયાચના કરી છે. આ ઘટના બાદ લોકશાહીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાષાની ગરિમા અને સભાનતા જાળવવા અંગે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે.....
#charotar_breaking_india #instagram
#jantarmantar #cjp letestupdete