ગોધરા: ગોધરા શહેરમાં "મજૂરી કરવા જાઉં છું" કહીને નીકળેલો ૩૫ વર્ષીય યુવાન રહસ્યમય રીતે ગુમ, પોલીસ તપાસ શરૂ
ગોધરાના પ્રભા રોડ પર આવેલી ભગવત નગર સોસાયટીમાં રહેતો ૩૫ વર્ષીય યુવાન પરેશકુમાર જેઠાણંદ રાજાઈ ગત ૨૭ એપ્રિલના રોજ સવારે "હું મજૂરી કરવા જાઉં છું" તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો.મોડી સાંજ સુધી તે પરત ન ફરતાં અને સગા-સંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે યુવાનના પિતરાઈ ભાઈ કનૈયાકુમાર ગોવિંદરામ રાજાઈએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પોલીસે ગુમ થયા અંગેની નોંધ કરીને યુવાનની શોધખોળ માટે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.