આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા સાંજે 5 કલાક સુધીમાં સીંગવડ ખાતે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાં દર્શન કરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ અવસરે ભોળાનાથ મહાદેવના ચરણોમાં દેશ, પ્રદેશ તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.મહાદેવના આશીર્વાદ સૌ પર સદાય વર્ષતા રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિભાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.