વાંકાનેર: વાંકાનેરના માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરના દ્રશ્યો જીવંત બન્યા....
રાજ્ય વ્યાપી શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી 10 જેટલા ગણેશ મહોત્સવના આયોજકોએ ભાગ લીધો છે. ત્યારે વાંકાનેરના માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં વિશાળ બેનર અને પોસ્ટર્સ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ રજૂ કરી આપણા વીર જવાનોની દેશદાઝને જીવંત કરવામાં આવી છે.