ભચાઉ: રામપર ગામે ટોળાએ પૂર્વ સરપંચના ઘરે કરી ફાયરિંગ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
Bhachau, Kutch | Mar 27, 2026 ભચાઉ તાલુકાના રામપર ગામે મોડી રાત્રે સામાજિક મનદુઃખ રાખીને ટોળાએ પૂર્વ સરપંચના ઘરે હુમલો કર્યો હતો. ટોળામાં રહેલા અમુક શખ્સો દ્વારા 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે 28 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. સામખિયાળી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.