ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દીકરીઓને પોલીસ ભરતી માટે નિઃશુલ્ક તાલીમ
Bhuj, Kutch | Apr 12, 2026 પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દીકરીઓને પોલીસ ભરતી માટે નિઃશુલ્ક તાલીમ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ માટે પોલીસ ભરતી લક્ષી વિશેષ સુવિધા શરૂ કરાઈ છે, જેમાં રહેવા, જમવા, કોચિંગ અને લાઈબ્રેરીની સુવિધા અપાય છે. રવિવારે એસ.પી. વિકાસ સુંડાએ કેન્દ્રની મુલાકાત લઈ ઉમેદવારોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ વિભાગનો આ અભિગમ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ સાબિત થશે.