ખીલોડ ગામે મહાકાળી માતાજીના મંદિર નજીક યુવકનું આપઘાતથી મોત
સતલાસણા તાલુકાના ખીલોડ ગામમાં ચકચાર
સતલાસણા તાલુકાના ખીલોડ ગામે મહાકાળી માતાજીના મંદિરની બાજુમાં આવેલા ડુંગર પર વઘાર ગામના એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ વઘાર ગામના જીગર પ્રહ્લાદજી ઠાકોર નામના યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
યુવકે આપઘાત કરતા અગાઉ પોતાના Instagram પર સ્ટેટસ મૂક્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્ટેટસમાં યુવકે એક યુવતી અને તેના મામા અંગે કેટલીક વાતો રજૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ યુવકે કયા સંજોગોમાં આ પગલું ભર્યું અને તેના પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકના Instagram સ્ટેટસ સહિત સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.